શ્રીલંકાના પ્રમુખ ગોતબાયા રાજપક્ષે ભારતની મુલાકાતે…

શ્રીલંકાના નવા ચૂંટાઈ આવેલા પ્રમુખ ગોતબાયા રાજપક્ષે હાલ ભારતની ત્રણ-દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા છે અને 29 નવેંબર, શુક્રવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલને મળ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજપક્ષેનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર સમ્માન આપવામાં આવ્યું હતું.


પીએમ મોદી અને ગોતબાયા રાજપક્ષે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે મળ્યા હતા અને દ્વિપક્ષીય સ્તરે ચર્ચા કરી હતી


રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતા ગોતબાયા રાજપક્ષે