બાળાસાહેબ ઠાકરેનું સપનું સાકાર થયું; ઉદ્ધવ બન્યા CM…

મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસના મહાવિકાસ આઘાડી ગઠબંધનની સરકાર 28 નવેંબર, ગુરુવારે સાંજે સત્તારૂઢ થઈ. દાદર ઉપનગરના શિવાજી પાર્ક (શિવતીર્થ) મેદાન ખાતે શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના 29મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.


રાજ્યના ગવર્નર ભગતસિંગ કોશિયારીએ એમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ઠાકરે ઉપરાંત મહાવિકાસ આઘાડીના બબ્બે પ્રધાનોએ પણ શપથ લીધા હતા.
શપથ લીધા બાદ ઉદ્ધવ ઠાકરે સ્ટેજ પર આ રીતે નતમસ્તક થયા હતા.
શપથવિધિ પ્રસંગે ત્રણેય શાસક પક્ષના ટોચના નેતાઓ - જેમ કે શરદ પવાર, સુપ્રિયા સુળે, અશોક ચવ્હાણ, સેંકડો કાર્યકર્તાઓ, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રચંડ માનવમહેરાણ પણ ઉમટ્યો હતો.
શપથવિધિ સમારોહ માટેનું ખાસ વિશાળ સ્ટેજ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈએ બનાવ્યું હતું.


શિવતીર્થ ખાતે ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મી ઠાકરે, બંને પુત્ર - આદિત્ય અને તેજસ, પિતરાઈ ભાઈ રાજ ઠાકરે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ) પણ ઉપસ્થિત રહ્યા હતા.


ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી