રાજકોટના પોલીસ જવાનો માટે ‘બાટલા હાઉસ’ ફિલ્મનો ખાસ શો…

રાજકોટના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે એમના દળના જવાનો માટે હિન્દી ફિલ્મ ‘બાટલા હાઉસ’ના ખાસ શોનું આયોજન કર્યું હતું. તાજેતરમાં યોજાઈ ગયેલા પાંચ-દિવસીય ‘મલ્હાર મેળા’ કાર્યક્રમમાં પોલીસ જવાનોએ બજાવેલી અથાગ કામગીરીની કદરરૂપે એમને આ ફિલ્મ બતાવવામાં આવી હતી. ‘મલ્હાર મેળા’ કાર્યક્રમમાં 11 લાખ જેટલા લોકોએ હાજરી આપી હતી અને કાર્યક્રમ સરળતાપૂર્વક પાર પડ્યો હતો. રાજકોટના પોલીસ દળ માટે નિખિલ અડવાની દિગ્દર્શિત ‘બાટલા હાઉસ’ ફિલ્મનું આયોજન ઈમે એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જોન અબ્રાહમને પોલીસ અધિકારીના રોલમાં દર્શાવતી ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઈ છે.