આધ્યાત્માનંદજી મહારાજે યોજી સોમનાથમાં યોગશિબિર..

સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું.

યોગાચાર્ય સ્વામી આધ્યાત્માનંદજી મહારાજ નિર્દેશિત-806મી યોગશીબીરનો સોમનાથ પથિકાશ્રમ ડોમ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

શિવાનંદ આશ્રમ (અમદાવાદના) સુપ્રસિધ્ધ યોગાચાર્ય સ્વામી આધ્યાત્માનંદજી મહારાજ દ્વારા સવારે 06:00 થી 07:30 સુધી યોગશિબિર કરાવવામાં આવી.

આ યોગશિબિરમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી પણ ઉપસ્થિત રહ્યા સાથે બહોળી સંખ્યામાં લોકોએ આ યોગશિબિરમાં યોગ શિખવાનો લાભ લીધો.