SBI લાવી છે YONO એપ…

ભારતમાં જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ દેશમાં સૌપ્રથમ એવી પોતાની ઈન્ટીગ્રેટેડ લાઈફસ્ટાઈલ અને બેન્કિંગ ડિજિટલ એપ્લિકેશન 23 નવેમ્બર, ગુરુવારે મુંબઈમાં લોન્ચ કરી છે. આ એપ અથવા ડિજિટલ પ્લેટફોર્મનું નામ છે ‘યૂ ઓન્લી નીડ વન’. આ એપને YONO તરીકે પણ ઓળખાવાય છે. મુંબઈમાં એસબીઆઈના મુખ્યાલયમાં એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે આ એપ પત્રકાર પરિષદમાં લોન્ચ કરી હતી. આ એપ મારફત યૂઝર્સ અનેક પ્રકારની નાણાકીય સેવાઓનો લાભ લઈ શકશે તેમજ અનેક પ્રકારની ખરીદી કરી શકશે. આ એપ મારફત યૂઝર્સ સિંગલ પાસવર્ડ લોગિનથી લાઈફસ્ટાઈલ તેમજ ફાઈનાન્સિયલ સેવાઓનો લાભ લઈ શકશે. આ એપ એન્ડ્રોઈડ, આઈઓએસ અને વેબ પર ઉપલબ્ધ છે. યૂઝર ડિજિટલ રીતે પાંચ મિનિટમાં જ એસબીઆઈમાં એકાઉન્ટ ખોલાવી શકશે. ચાર ક્લિકમાં ફંડ ટ્રાન્સફર કરી શકશે. આ એપમાં 60 ઈ-કોમર્સ કંપનીઓ સામેલ છે.

એસબીઆઈ ચેરમેન રજનીશ કુમાર