રાહુલ ગાંધી કીર્તિમંદિરની મુલાકાતે…

પોરબંદરઃ કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે શુક્વારે રાહુલ ગાંધીએ પોરબંદર પહોંચી સૌપ્રથમ ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિરની મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધી કિર્તી મંદિર પહોંચી ગાંધીજીની પ્રતિમા સહિત ગાંધી જીવનની કેટલીક મહત્વપૂર્ણ યાદોની ઝાંખી કરી હતી. રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજથી બે દિવસ ગુજરાતના ચૂંટણીપ્રચાર પ્રવાસે આવ્યા છે. અહીંયા તેઓ અલગ અલગ સ્થળો પર જઈ લોકસંપર્ક કરશે અને સંવાદ પણ કરશે.