અક્ષરધામ મંદિરમાં રાહુલ ગાંધી

કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે શનિવારથી ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ ઉતર્યા પછી સીધા ગાંધીનગર અક્ષરધામ મંદિર ગયા હતા, જ્યાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા. તિલક લગાવીને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. અક્ષરધામ મંદિરને રાહુલ ગાંધી ખૂબ જ ધ્યાનપૂર્વક અને રસ લઈને નિહાળ્યું હતું.