કોંગ્રેસના પ્રચાર માટે પ્રિયંકાએ શરૂ કરી ‘ગંગાયાત્રા’…

આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી અને એના ઉમેદવારોના પ્રચાર માટે પૂર્વીય ઉત્તર પ્રદેશનો ચાર્જ મેળવનાર પક્ષનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ 18 માર્ચ, સોમવારે સવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મવૈયા ઘાટ ખાતેથી એમની મહત્ત્વાકાંક્ષી 'ગંગાયાત્રા'નો આરંભ કર્યો હતો. એ માટે તેઓ એક સ્ટીમરમાં સવાર થયાં હતાં. એ પહેલાં એમણે ત્રિવેણી સંગમ તટ પર પૂજા-અર્ચના કરી હતી. એ પહેલાં પ્રિયંકા પ્રયાગરાજના હનુમાન મંદિરમાં ગયાં હતાં અને સ્વરાજ ભવન ખાતે પણ ગયાં હતાં. પ્રિયંકાની 'ગંગાયાત્રા' પ્રયાગરાજના છટનાગથી વારાણસીના અસ્સી ઘાટ સુધીની હશે. આ 140 કિ.મી. લાંબી 'ગંગાયાત્રા'ના અંતે તેઓ 20 માર્ચે વારાણસી પહોંચશે. આ ગંગાયાત્રા દરમિયાન પ્રિયંકા સમગ્ર રૂટ પર આવનાર ગામો, નગરોનાં લોકોને મળશે.