રાષ્ટ્રપતિ કોવિંદ બાંગ્લાદેશની સત્તાવાર મુલાકાતે…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલ બાંગ્લાદેશની ત્રણ-દિવસની સત્તાવાર યાત્રાએ ગયા છે. 15 ડિસેમ્બર, બુધવારે પાટનગર ઢાકામાં બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના એમને મળ્યાં હતાં. બંને નેતાએ બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સહકાર અને પરસ્પર હિતને લગતાં અનેક પ્રશ્નો પર ચર્ચા કરી હતી.

ઢાકામાં બંગબંધુ સ્મારક મ્યુઝિયમની મુલાકાત લઈ બાંગ્લાદેશના સ્થાપક પ્રમુખ બંગબંધુ શેખ મુજીબુર રેહમાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા રાષ્ટ્રપતિ કોવિંદ

બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડો. એ.કે. અબ્દુલ મોમીન રાષ્ટ્રપતિ કોવિંદને મળવા આવ્યા છે.

ઢાકામાં બાંગ્લાદેશ મુક્તિસંગ્રામમાં શહીદ થયેલા સૈનિકોને સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતા રાષ્ટ્રપતિ કોવિંદ

(તસવીર સૌજન્યઃ @rashtrapatibhvn)