પીએમ મોદીની સોલાપુર મુલાકાત…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરી, બુધવારે મહારાષ્ટ્રના સોલાપુર શહેરની મુલાકાતે આવ્યા હતા. એમણે રાષ્ટ્રીય હાઈવે નંબર-52ના સોલાપુર-તુળજાપુર-ઉસ્માનાબાદ વિભાગનું લોકાર્પણ કર્યું હતું તેમજ સોલાપુરમાં અનેક વિકાસલક્ષી યોજનાઓની શિલાન્યાસ વિધિ સંપન્ન કરી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના ગવર્નર વિદ્યાસાગર રાવ તથા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત હતા.