દળની છબી સુધારોઃ પોલીસ વડાઓને પીએમની અપીલ…

દેશભરમાં મહિલાઓ તથા બાળકોમાં સલામતીની ભાવના કેળવાય અને એમને પોલીસ દળ પ્રતિ વિશ્વાસ વધે એ માટે આ સુરક્ષા દળની છબી સુધારવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના પોલીસ વડાઓ, અધિકારીઓને અપીલ કરી છે. આ અપીલ વડા પ્રધાને પુણેમાં દેશના તમામ રાજ્યોના પોલીસ વડા (ડાયરેક્ટર જનરલ) તથા ઈન્સ્પેક્ટર જનરલોની 54મી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સમાપન કાર્યક્રમ વખતે પોતાના વક્તવ્યમાં કરી હતી.
પીએમ મોદીએ પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષાના વિવિધ પાસાં અંગે વિસ્તૃત રીતે ચર્ચા પણ કરી હતી.


આ પરિષદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ આ ત્રણ-દિવસીય પરિષદનું સમાપન થયું હતું.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]