‘ઓલ બ્લેક’ લુકમાં ખૂબસૂરત કરીના…

બોલીવૂડ અભિનેત્રી અને પટૌડી ખાનદાનની વહુ કરીના કપૂર-ખાને એની આગામી હિન્દી ફિલ્મ 'ગુડ ન્યૂઝ'ના પ્રચાર કાર્યક્રમના ભાગરૂપે 7 ડિસેંબર, શનિવારે નવી દિલ્હીની તાજ પેલેસ હોટેલમાં કેટલાંક પોઝ આપ્યાં હતાં.


એ 'ઓલ બ્લેક' લુકમાં પણ બહુ સુંદર લાગતી હતી. એનો આ આકર્ષક જંપસૂટ લેબેનોનનાં ફેશન ડિઝાઈનર એલી સાબએ ડિઝાઈન કર્યો છે.


આ ડ્રેસના ભાગરૂપે એની ગરદનની ચારેબાજુ એક ડ્રેપ ડિઝાઈન કરી હતી જે કરીનાની ખૂબસૂરત કાયાકૃતિને આકાર આપતી હતી.


કરીનાને એની સહેલી અને સ્ટાઈલિસ્ટ તથા નિર્માત્રી રિયા કપૂરે સ્ટાઈલ કરી હતી.


આ કાર્યક્રમમાં એની સાથે એનો સહ-અભિનેતા અક્ષય કુમાર પણ જોડાયો હતો.


'ગુડ ન્યૂઝ' ફિલ્મ આવતી 27 ડિસેંબરે રિલીઝ થવાની છે. જેમાં કરીના, અક્ષયની સાથે દિલજીત દોસાંજ અને કિયારા અડવાની પણ મુખ્ય ભૂમિકામાં છે.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]