વિદેશ પ્રવાસે પીએમ મોદી…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ફેબ્રુઆરીના રોજ જોર્ડન, પેલેસ્ટાઈન, યુએઈ અને ઓમાનની ચાર દિવસીય યાત્રાએ રવાના થયા છે. પેલેસ્ટાઈનના પ્રવાસે જનારા પીએમ મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન બનશે. પીએમની યાત્રા પહેલા પેલેસ્ટાઈનના રાજદૂતે આશા વ્યક્ત કરી કે, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલી અશાંતિમાં શાંતિદૂતની ભૂમિકા ભજવવા પીએમ મોદી સક્ષમ નેતા છે.