રાણીપમાં વડાપ્રધાન મોદીએ કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે બીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ પોતાના મત વિસ્તાર રાણીપ પહોંચીને રાણીપની નિશાન સ્કુલમાં મતદાન કર્યું હતું. સૌથી મહત્વની વાત એ રહી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે એક સામાન્ય માણસની જેમ લાઈનમાં ઉભા રહ્યા હતા. મત આપ્યા બાદ વડાપ્રધાન મોદીએ ચાલતા ચાલતા લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સાથે જ મોટી સંખ્યામાં વડાપ્રધાન મોદીને જોવા માટે લોકો પણ ઉમટી પડ્યા હતા.