અમદાવાદ-ગુજરાતમાં ચૂંટણીનો ચારેકોર માહોલ છે. કંઇક નવી જ ઇવેન્ટ કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણીતા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીને ટાણે જ નર્મદાના નીરથી ભરપૂર સાબરમતી નદીમાંથી સવારના સમયે વડાપ્રધાન મોદીએ સી-પ્લેનથી ઉડાન કરવાનો નવતર પ્રયોગ કર્યાે હતો. પાણીમાંથી ઉડાન લેતા વિમાન દ્વારા નરેન્દ્ર મોદી ધરોઇ ડેમ ખાતે ઉતરાણ કર્યા બાદ મોટર માર્ગે અંબાજી દર્શન કરી રિવરફ્રન્ટ પર પરત ફરવાનો કાર્યક્મ ગોઠવાયો હતો. વડાપ્રધાન મોદીને પાણી પર તરતા અને ઉડાન લેતા વિમાનમાં બેસી પ્રવાસ કરતાં જોવા મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટના બંન્ને છેડે ઉમટી પડ્યા હતા. સરદાર બ્રિજ પાસેના રિવરફ્રન્ટથી વડાપ્રધાન મોદીના સી-પ્લેને સફળતા પૂર્વક ઉડાન ભરી હતી. (તસ્વીર-પ્રજ્ઞેશ વ્યાસ)
PM મોદીની સાબરમતીમાં સી પ્લેન સફર
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]