PM નરેન્દ્ર મોદીની મા અંબાભક્તિ

અંબાજીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીપ્રચારના બીજા દિવસે મા અંબાજીના દર્શન કર્યાં હતાં. આ યાત્રા ગુજરાતના ઇતિહાસમાં પણ ઐતિહાસિક બની રહી છે કારણ કે ગુજરાતમાં પ્રથમવાર સી પ્લેનની સફર સાબરમતી રીવરફ્રન્ટથી શરુ કરાઇ હતી. જેમાં પીએમ મોદી પ્રથમ પ્રવાસી બની નવી શરુઆતને યાદગાર બનાવી હતી. રિવરફ્રન્ટ પરથી સી પ્લેન દ્વારા ધરોઇડેમમાં ઉતરાણ કરી અંબાજી પહોંચ્યાં હતાં. તેમણે મા અંબાના દર્શન પૂજનઅર્ચન આરતી કરી આશીર્વાદ લીધાં હતાં. પીએમ મોદી તેમની શક્તિ ઉપાસના માટે ગુજરાતવાસીઓમાં જાણીતા છે અને ચૈત્ર અને આસોના નવરાત્રિના નકોરડા ઉપવાસ પણ કરે છે તે જાણીતી વાત છે. અંબાજી મંદિરમાં તેમની કેટલીક તસવીરો રજૂ કરી છે.તસ્વીર- અંબાજીથી ચિરાગ અગ્રવાલ