પીએમ સાથે બાપુનું તારામૈત્રક

ગાંધીનગર- કોણ ક્યારે મિત્ર અને ક્યારે દુશ્મન હશે તે પરમાત્મા જ જાણે છે..એવું અમથું નથી કહેવાતું. ગુજરાતની 14મી વિધાનસભાની સત્તાવાર સ્થાપનાના આજના ખાસ દિવસે વિશાળ મેદની સમક્ષ રુપાણી સરકારની શપથવિધિ યોજાઇ ગઇ. શપથવિધિના તમામ દ્રશ્યોમાં કેટલીક પળ આવી જેણે સૌની આંખો ચાર કરી હતી. પીએમ નરેન્દ્ર મોદી સાથે તીવ્ર મતભેદ સાથેના સંબંધોનો વિવાદાસ્પદ ભૂતકાળ ધરાવતી રાજકારણી વ્યક્તિઓમાં સૌથી પહેલાં યાદ આવે તેવા શંકરસિંહ વાઘેલા, કેશુભાઇ પટેલ તથા  લાલકૃષ્ણ અડવાણી અને નિતીશકુમાર સાથેની પીએમ મોદીની મૈત્રીસભર લાક્ષણિક ક્ષણો કેમેરામાં ઝીલાઇ હતી. સાથે જ શપથવિધિ દરમિયાન પીએમ મોદીએ સામાન્ય હરોળમાં બેસીને પ્રધાનોના હાથ હલાવી સસ્મિત અભિવાદન કર્યાં તેવી કેટલીક તસવીર આપ દર્શકોના લાભાર્થે પ્રસ્તુત કરી છે.