વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં નવા સભ્યો તરીકે જોડાયેલા અને નવા ખાતાની ફાળવણી કરાયેલા સંબંધિત પ્રધાનોએ 8 જુલાઈ, ગુરુવારે નવી દિલ્હીમાં શાસ્ત્રી ભવન ખાતે પોતપોતાના મંત્રાલયનો ચાર્જ સંભાળી લીધો હતો. નવા આરોગ્યપ્રધાન નિમાયેલા મનસુખ માંડવીયા (ઉપરની તસવીરમાં)એ ટ્વીટમાં લખ્યું છે કે, મેં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેબિનેટ પ્રધાનનો પદભાર સંભાળી લીધો છે. આદરણીય વડા પ્રધાન મોદીજીના ‘સ્વસ્થ ભારત’ના સપનાને સાકાર કરવા જનસેવા કરવા માટે કૃતસંકલ્પિત છું.
અશ્વિની વૈષ્ણવ – રેલવે અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન
અનુરાગ ઠાકુર – માહિતી અને પ્રસારણ પ્રધાન
મીનાક્ષી લેખી – નાયબ વિદેશ પ્રધાન
કિરન રિજીજુ – કાયદા પ્રધાન
રાજીવ ચંદ્રશેખર – ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રસારણ રાજ્યપ્રધાન
દર્શના જરદોશ – રેલવે અને કપડા મંત્રાલયોના રાજ્યપ્રધાન
નારાયણ રાણે – માઈક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોના પ્રધાન
જિતેન્દ્ર સિંહ – વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન
પીયૂષ ગોયલ – વાણિજ્ય, ઉદ્યોગ, કપડા મંત્રાલયના પ્રધાન. એમણે આ પદ સ્મૃતિ ઈરાની પાસેથી સંભાળ્યું છે