મુંબઈમાં વિહાર જળાશય પણ છલકાયું…

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતું વિહાર તળાવ ભારે વરસાદને પગલે 16 જુલાઈ, સોમવારે છલકાવા માંડ્યું હતું. શહેરને પાણી પૂરું પાડતા કુલ સાત જળાશયમાંથી અત્યાર સુધીમાં ત્રણ છલકાઈ ગયા છે – તુલસી, મોડકસાગર અને વિહાર. ભાતસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા અને તાનસા તળાવો છલકાવાના બાકી છે.