મોદીના સભાસ્થળે મંડપ તૂટતાં અનેક ઘાયલ…

પશ્ચિમ બંગાળના મિદનાપોરમાં 16 જુલાઈ, સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા એ વખતે મંડપનો એક ભાગ તૂટી પડતાં આશરે 24 જણ ઘાયલ થયા હતા. ઘાયલ થયેલાઓને તરત જ વડા પ્રધાનના કાફલામાંની એમ્બ્યુલન્સોમાં તથા મોટરસાઈકલો દ્વારા મિદનાપોર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બાદમાં વડા પ્રધાન મોદી પણ હોસ્પિટલમાં જઈને ઈજાગ્રસ્તોને મળ્યા હતા અને એમની હાલતની જાણકારી મેળવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]