ટ્રમ્પના આ જોક પર પત્રકાર પરિષદમાં હસાહસ થઈ ગઈ…

ફ્રાન્સના બિયારિત્ઝ શહેરમાં G-7 શિખર સંમેલન દરમિયાન 26 ઓગસ્ટ, સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષી મુલાકાત યોજાઈ હતી. એ મુલાકાત બાદ બંને નેતાએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. એમાં કશ્મીરને લગતા એક સવાલનો જવાબ મોદીએ હિન્દીમાં આપ્યો હતો. એ સાંભળીને ટ્રમ્પે મજાકમાં કહ્યું કે, મોદી અંગ્રેજી સારું બોલી શકે છે, પણ એમને બોલવું નથી. એ અંગ્રેજી બોલવાનું ટાળે છે. ટ્રમ્પનું આ વાક્ય સાંભળીને મોદી સહિત પત્રકારો હસી પડ્યાં હતાં.