મિઝોરમમાં જંગલમાં આગઃ હવાઈદળની મદદ લેવાઈ

ઈશાન ભારતના રાજ્ય મિઝોરમના લુન્ગ્લેઈ જિલ્લા તથા આસપાસના વિસ્તારોના જંગલમાં 26 એપ્રિલ, સોમવારે ભયાનક આગ લાગતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની મદદ માગી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ પગલું ભર્યું હતું અને આગને બુઝાવવા માટે હવાઈ દળના મિગ-17 હેલિકોપ્ટરોએ કામગીરી શરૂ કરી હતી.