બ્રિટનથી 100 વેન્ટિલેટર, 95 ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું ભારતમાં આગમન

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ મહાબીમારી સામે આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે. ભારતમાં આ રોગચાળાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. પહેલી લહેર વખતે ભારતે અનેક દેશોને મદદ કરી હતી. હવે ભારતને મદદની જરૂર પડી છે. દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને દર્દીઓ માટે હોસ્પિટલોમાં વેન્ટિલેટર્સ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની અછત ઊભી થઈ છે ત્યારે અનેક દેશો અને નામાંકિત હસ્તીઓ આગળ આવી રહ્યાં છે. બ્રિટને વેન્ટિલેટર્સ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરની મદદ કરી છે.

100 વેન્ટિલેટર્સ અને 95 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ આજે વહેલી સવારે બ્રિટનથી આવી પહોંચ્યા છે. બ્રિટન આવી 600 સામગ્રી ભારતને મોકલવાનું છે. બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને ભારતને ખાતરી આપી છે કે આ સંકટના સમયમાં એમનો દેશ ભારતને શક્ય એટલી બધી મદદ કરશે.

(તસવીર સૌજન્યઃ @MEAIndia)