મુંબઈમાં MTNL બિલ્ડિંગમાં લેવલ-4 આગ…

મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ)ની 9-માળવાળી ઈમારતમાં 22 જુલાઈ, સોમવારે બપોરે ભયાનક આગ ફાટી નીકળતાં 100 જેટલા કર્મચારીઓ અંદર ફસાઈ ગયા હતા. મુંબઈ ફાયર બ્રિગેડનું કેન્દ્ર અને મહાનગરપાલિકાની ઓફિસ બાજુમાં જ આવેલી હોવાથી બચાવ કામગીરી તાબડતોબ હાથ ધરવામાં આવી હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં 60 જણને બચાવી લેવાયા હતા. એક ફાયરમેનને ધૂમાડાને કારણે ગૂંગળામણ થતાં એને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડ વિભાગે આગને લેવલ-4 હોવાનું જણાવ્યું હતું.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]