રતન ટાટા, અદી ગોદરેજ, આશિષ ચૌહાણ, ઉદિત નારાયણને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ એનાયત…

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ 19 જુલાઈ, સોમવારે મુંબઈમાં રાજભવન ખાતે સમાજના જુદા જુદા વર્ગની 31 અગ્રગણ્ય વ્યક્તિઓને ‘મુંબઈ રત્ન’ એવોર્ડથી સમ્માનિત કર્યા હતા. સમ્માન મેળવનારાઓમાં ઉદ્યોગપતિઓ રતન ટાટા અને અદી ગોદરેજ, બીએસઈના સીઈઓ આશિષ ચૌહાણ, ગાયક ઉદિત નારાયણ, ભજનગાયક અનુપ જલોટા, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર ઉજ્જવલ નિકમ, મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ઈકબાલસિંહ ચહલ, ડો. ગૌતમ ભણશાલી, ડો. શોમા ઘોષ મંજુ લોઢા, વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ, રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિરંજન હીરાનંદાની, યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ રાજકિરણ રાયનો સમાવેશ થાય છે. આ એવોર્ડની સ્થાપના ફિલ્મ્સ ટુડે મીડિયા લિમિટેડ, નાના નાની ફાઉન્ડેશન અને ઈનાર ગ્રુપ દ્વારા કરવામાં આવી છે.

મુંબઈના સામાજિક વિકાસ માટે ઉલ્લેખનીય પ્રદાન કરવા બદલ નામાંકિત હસ્તીઓને ‘મુંબઈ રત્ન’ એવોર્ડ આપવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]