સાત-રાઉન્ડવાળી લોકસભા ચૂંટણીના બીજા રાઉન્ડનું મતદાન 18 એપ્રિલ, ગુરુવારે થઈ રહ્યું છે. આ બીજા તબક્કામાં 11 રાજ્યો - તામિલનાડુ (38 બેઠકો), કર્ણાટક (14), મહારાષ્ટ્ર (10), ઉત્તર પ્રદેશ (8), આસામ, બિહાર અને ઓડિશા (પાંચ-પાંચ), છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ-ત્રણ, જમ્મુ અને કશ્મીરમાં બે તથા મણીપુર અને પુડુચેરીમાં એક-એક બેઠક પર અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં મતદાન થઈ રહ્યું છે. ઉપરની તસવીરમાં, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન બેંગલોર-દક્ષિણ મતવિસ્તારમાંના મતદાન કેન્દ્રમાં મતદાન કરવા માટે અન્ય મતદારોની સાથે લાઈનમાં ઊભાં છે.
ડીએમકેનાં કનીમોઝી મતદાન કર્યાં બાદ એમની આંગળી પર શાહીનું નિશાન બતાવે છે
ફિલ્મ અભિનેતા-નિર્માતા કમલ હાસન એમના પુત્રી શ્રુતિ સાથે ચેન્નાઈમાં મતદાન કરવા માટે ઊભા છે