જનતા જનાર્દનને નમન

ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારથી વિધાનસભા ચૂંટણી લડી રહેલાં જીતુ વાઘાણી પોતાની જીતના જંગમાં પ્રચારમેદાને ઉતર્યાં છે. ભાવનગરના  ચિત્રા, ફૂલસર વોડૅમાં પોતાના મતદારોને મનાવવા જનસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. તેમની સાથે યુવા મોરચાના સમર્થકો બાઈક રેલી કરી હતી.વિવિધ માર્ગ પર ફરી રહેલા રોડ શો દરમિયાન વાઘાણી ઝૂકીઝૂકીને જનતા જનાર્દનને નમન કરતાં નજરે પડ્યાં હતાં.