ઈવાન્કા ટ્રમ્પ હૈદરાબાદમાં…

યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી અને એમના સલાહકાર ઈવાન્કા ટ્રમ્પ હૈદરાબાદમાં આવી પહોંચ્યાં છે. તેઓ 27 નવેમ્બર, સોમવારની મધરાત બાદ શમશાબાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં હતાં. તેઓ હૈદરાબાદમાં જાગતિક ઉદ્યમી શિખર સંમેલન (GES Summit)માં હાજરી આપવા માટે આવ્યાં છે. આ સંમેલનમાં પીએમ નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. એરપોર્ટ પર ભારત સ્થિત અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટરે ઈવાન્કાનું સ્વાગત કર્યું હતું.