કળામાં છલક્યો મોદી પ્રેમ

ભૂજ-વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અસંખ્ય ચાહકો તેમને માટે ઘણીવાર કળાકૃતિ સર્જન દ્વારા તેમનો મોદીપ્રેમ રજૂ કરતાં હોય છે. ભૂજના એ એક મોદીપ્રેમી યુવાન મનોજ સોનીએ વડાપ્રધાન મોદીનો સ્કેચ બનાવવામાં કળાકારીગરી દાખવી છે જેની પીએમે ટ્વીટ કરીને નોંધ લીધી હતી. ભૂજના યુવાને તેના કહેવા પ્રમાણે વર્લ્ડ લાર્જેસ્ટ સ્કેચ બનાવ્યો છે. મનોજે આ સ્કેચ કલર પેન્સિલથી બનાવ્યો છે અને તેની સાઇઝ 80 સ્કેવર ફિટની છે. આ સ્કેચ બનાવવામાં પાંચ મહિના જેટલો સમય લાગ્યો હતો. પોતે ઘણાં પ્રેમથી આ સ્કેચ આર્ટ બનાવ્યું હોવાનું જણાવી મનોજે તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમને મોકલી આપ્યો છે. જેને લઇને પીએમે તેમના ટ્વીટર પર સ્કેચ શેર કરતાં મનોજને ફોન પર વાત કરી હતી અને આભાર માન્યો હતો.