‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2020’ની ભારતમાં ઉત્સાહપૂર્વક ઉજવણી…

કોરોના વાઈરસ મહાબીમારીએ ત્રણ મહિનાથી જનજીવનને માઠી અસર પાડી છે ત્યારે 21 જૂન, રવિવારે દેશભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2020'ની ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી. રાજકીય નેતાઓ, ફિલ્મી સિતારાઓ, તથા સામાન્ય માનવીઓએ યોગ કરીને તંદુરસ્ત રહેવાની એમની ઈચ્છા અને યોગવિદ્યામાં એમની શ્રદ્ધા પ્રદર્શિત કરી હતી. ઉપરની તસવીર વારાણસીમાં ગંગા ઘાટ પર યોગ કરતા લોકોની છે.


મણીપુરના ગામના મેદાનમાં યોગ કરતા આસામ રાઈફલ્સના જવાનો.


દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે યોગ કરતા પોલીસ જવાનો


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે પ્રાણાયમ કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આજે કોરોના સંકટમાં આની ખાસ જરૂર છે.


હરિદ્વારમાં પતંજલિ યોગપીઠ ખાતે યુવાઓ સાથે યોગ કરતા યોગગુરુ બાબા રામદેવ


અટારી-વાઘા સરહદ પર યોગ કરતા સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનો


જોધપુરમાં મેહરાંગઢ કિલ્લા પર યોગ કરતા યુવાનો


આસામના દિમાપુરમાં આસામ રાઈફલ્સ ટ્રેનિંગ સેન્ટર ખાતે યોગ કરતા આસામ રાઈફલ્સના જવાનો
રાષ્ટ્રપતિ ભવનમાં યોગ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ


નવી દિલ્હીમાં યોગ કરતા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ


નવી દિલ્હીમાં યોગ કરતા લોકસભા સ્પીકર ઓમ બિરલા


નવી દિલ્હીમાં યોગ કરતા કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર


ભોપાલમાં યોગ કરતા ભાજપનાં સંસદસભ્ય સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર


ગુવાહાટીમાં યોગ કરતા આસામના મુખ્ય પ્રધાન સર્બનંદા સોનોવાલ


દિલ્હીમાં યોગ કરતા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ


દિલ્હીમાં યોગ કરતા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]