GalleryEvents ભારત-અમેરિકાના હવાઈદળની સંયુક્ત કવાયતનું સમાપન April 24, 2023 પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપોર જિલ્લાના કલાઈકુંદા એર ફોર્સ મથક ખાતે ભારતીય હવાઈ દળ અને યૂએસ હવાઈ દળની સંયુક્ત કવાયતનું 24 એપ્રિલે સમાપન કરવામાં આવ્યું હતું. આ સંયુક્ત કવાયતને ‘કોપે ઈન્ડિયા 2023’ નામ આપવામાં આવ્યું હતું. તેનો આરંભ ગઈ 10 એપ્રિલથી કરવામાં આવ્યો હતો. બંને દેશના હવાઈ દળના ફાઈટર જેટ વિમાનોને આ કવાયતમાં સામેલ કરવામાં આવ્યા હતા. ભારતીય હવાઈ દળે આ કવાયતમાં તેજસ, SG 478, રફાલ, જગુઆર, એસયૂ-30 એમકેઆઈ ફાઈટર જેટ વિમાન ઉતાર્યા હતા તો અમેરિકન હવાઈ દળનું પ્રતિનિધિત્વ એફ-15 વિમાનોએ કર્યું હતું. બંને દેશના હવાઈ દળના પાંચ યુદ્ધવિમાનોએ ઝડપથી વારાફરતી ટેક-ઓફ્ફ કર્યું હતું અને આકાશમાં જુદી જુદી રચનાઓ બનાવીને ઉડતા રહ્યા હતા. સંયુક્ત કવાયત વખતે તસવીરકારોને પોઝ આપતાં ભારત અને અમેરિકી હવાઈ દળના જવાનો.