ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં શેરબજાર, સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાતે…

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 2 ડિસેમ્બર, ગુરુવારે મુંબઈમાં શેરબજાર (બીએસઈ)ની મુલાકાત લીધી હતી. ત્યાં એમનું બીએસઈના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પટેલે શેરબજારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને પરંપરાગત ગોન્ગ વગાડ્યો હતો (બેલ રિંગીંગ સેરેમની). એ પ્રસંગે ગુજરાત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. ભૂપેન્દ્ર પટેલ જાન્યુઆરી 10-12 દરમિયાન ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નિર્ધારિત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ-2022ના આયોજનના સંદર્ભમાં રોડ-શો માટે મુંબઈની મુલાકાતે આવ્યા હતા અને ઉદ્યોગક્ષેત્રના અગ્રણીઓને મળ્યા હતા.

આ રોડ-શો દરમિયાન ભૂપેન્દ્ર પટેલ ટાટા ગ્રુપના એન. ચંદ્રશેખરન, કોટક બેન્કના ઉદય કોટક, સન ફાર્માના દિલીપ સંઘવી, સિએટ ટાયરના અનંત ગોએન્કા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના નિખિલ મેસ્વાની, હિન્દુજા ગ્રુપના અશોક હિન્દુજા સહિત કોર્પોરેટ જગતના અનેક મહારથીઓ, અગ્રણી ઉદ્યોગ સંચાલકોને વ્યક્તિગત રીતે મળ્યા હતા અને ગુજરાતમાં મૂડીરોકાણ કરવાનું એમને આહવાન આપ્યું હતું. પટેલે અનેક દેશોના રાજદૂતો સાથે પણ બેઠક કરી હતી.

ટાટા ગ્રુપના એન. ચંદ્રશેખરન સાથે ભૂપેન્દ્ર પટેલ
હિન્દુજા ગ્રુપના અશોક હિન્દુજા સાથે મુલાકાત

કોટક બેન્ક લિમિટેડના ઉદય કોટક સાથે
સન ફાર્માના દિલીપ સંઘવી  સાથેસિએટ ટાયરના અનંત ગોએન્કા  સાથેરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના નિખિલ મેસ્વાની સાથેઅંબુજા સીમેન્ટ અને એસીસીના સીઈઓ નીરજ અખોરી સાથે

બેન્ક ઓફ અમેરિકાનાં મહિલા પ્રેસિડન્ટ અને કન્ટ્રી હેડ કાકુ નખાટે સાથે

ભૂપેન્દ્ર પટેલ મધ્ય મુંબઈના પ્રભાદેવીમાં સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં દર્શન કરવા આવ્યા છે.

ભૂપેન્દ્ર પટેલ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં.

ભૂપેન્દ્ર પટેલ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં.