વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીતઃ ભાજપ, AAPનો વિજયોત્સવ

પાંચ રાજ્યોમાં નવી વિધાનસભાની ચૂંટણીમાં 10 માર્ચ, ગુરુવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરીને પોતાની સત્તા જાળવી રાખી છે. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) વિજયી થઈ છે. ત્યાં એણે કોંગ્રેસના હાથમાંથી સત્તા આંચકી લીધી છે. ભારતીય જનતા પાર્ટીના માત્ર ઉક્ત ચાર રાજ્યો જ નહીં, પરંતુ દેશભરમાં ઠેકઠેકાણે કાર્યકર્તાઓ અને સમર્થકોએ ફટાકડા ફોડીને અને એકબીજા પર રંગ છાંટીને જીતની ઉજવણી કરી હતી. ઉપરની તસવીર અમદાવાદની છે જ્યાં ભાજપના સમર્થકો જીતની ઉજવણી કરી રહ્યા છે.

બેંગલુરુ

લખનઉ

દેહરાદૂન

સાઉથ દિનાજપુર (મણિપુર)

ભોપાલ

બેંગલુરુ

બેંગલુરુ

બેંગલુરુ

AAP પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ પંજાબ ઉપરાંત નવી દિલ્હી તથા અન્ય શહેરોમાં ચૂંટણી-જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ઉપરની તસવીરમાં, સંગરૂરમાંથી વિજયી થયેલા AAPના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર ભગવંત માન સમર્થકોનો આભાર માને છે. નવી દિલ્હીમાં, AAPના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સભાને સંબોધિત કરી હતી.

અમૃતસર

અમૃતસર

મુંબઈ

New Delhi: Delhi CM and AAP national convener Arvind Kejriwal along with Deputy CM Manish Sisodia and Gopal Rai address after party’s victory in Punjab State assembly elections, at the party office in New Delhi on Thursday, March 10, 2022. (Photo: Wasim Sarvar/IANS)