થાણેમાં MMRDA કોપરી ફ્લાયઓવર બ્રિજનું ઉદઘાટન કરાયું

મહારાષ્ટ્રના શહેરી વિકાસ, જાહેર બાંધકામ ખાતાના પ્રધાન તથા MMRDA સંસ્થાના ચેરમેન એકનાથ શિંદેએ 9 ઓક્ટોબર, શનિવારે મુંબઈની પડોશના થાણે શહેરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ચાર-લેનવાળા કોપરી ફ્લાયઓવરના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્ર સરકાર સંચાલિત MMRDA સંસ્થાના મેટ્રોપોલિટન કમિશનર એસ.વી.આર. શ્રીનિવાસ તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ફ્લાયઓવરના પ્રથમ હિસ્સાનો બ્રિજ રેલવે લાઈનની ઉપરથી કોપરી સુધીનો છે. આ પૂલ ચાલુ થવાથી થાણે અને મુંબઈ વચ્ચે રોડ ટ્રાફિકની સમસ્યા મોટા પાયે હળવી થશે. આ 796 કિ.મી. લાંબો ફ્લાયઓવર ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર થાણે અને મુંબઈના મુલુંડ ઉપનગર વચ્ચે ટ્રાફિક સમસ્યાને ઘણે અંશે હળવી કરશે.

રેલવેલાઈન પરથી પસાર થતા ફ્લાયઓવરની લંબાઈ 65 મીટર છે અને રેલવેલાઈનથી તે 6.525 મીટર ઉંચે છે. ચારેય લેન માટે બંને તરફની પહોળાઈ 37.4 મીટર છે.