ગોવિંદાએ મુંબઈમાં સૂર્યા હોસ્પિટલના ડેકેર કીમોથેરાપી સેન્ટરનું ઉદઘાટન કર્યું…

બોલીવુડ અભિનેતા ગોવિંદાએ 12 ઓક્ટોબર, મંગળવારે મુંબઈના સાંતાક્રુઝમાં સૂર્યા હોસ્પિટલના ડેકેર કીમોથેરાપી સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે જાણીતા ઓન્કોલોજિસ્ટ ડો. સુરેશ અડવાની અને ડો. ભૂપેન્દ્ર અવસ્થી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગોવિંદાએ કહ્યું કે, ‘ભગવાન પછીના નંબરે ડોક્ટરો આવે છે. અનેક લોકોના જાન બચાવવામાં મદદરૂપ થનાર તેઓ ખરા હિરો છે.’

આ પ્રસંગે યોજવામાં આવેલા સૂર્યા હેલ્થકેર એવોર્ડ્સ-2021માં કેન્સરના દર્દીઓ માટે કોવિડ-19 મહામારી દરમિયાન માનવતાવાદી સહાય કરવા બદલ ગોવિંદાને ‘પ્રશંસા પુરસ્કાર’ આપવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]