CDS, સેનાની ત્રણેય પાંખના વડા દ્વારા પુષ્પચક્ર અર્પણ

ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત, ભૂમિદળના વડા જનરલ મનોજ નરવણે, નૌકાદળના વડા એડમિરલ કરમબીરસિંહ અને હવાઈદળના વડા એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ 8 ઓક્ટોબરે 89મા ભારતીય હવાઈદળ સ્થાપના દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદ વીર જવાનોને પુષ્પચક્ર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.