‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરિયોજના’…

કેન્દ્ર સરકાર પ્રેરિત ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરિયોજના’એ (PMBJP) વર્ષ 2021-22 માટે નક્કી કરેલો ટાર્ગેટ માત્ર 6 મહિનામાં જ હાંસલ કરી લીધો છે. દેશભરમાં તમામ જિલ્લાઓને આ પરિયોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. દેશભરમાં 8,308 PMBJP સ્ટોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ સ્ટોરમાં બ્રાન્ડેડ દવાઓ કરતાં 50%થી લઈને 90% જેટલી સસ્તી કિંમતે દવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગે સેન્ટ્રલ ફાર્મા પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સ સાથે સહયોગ કરીને ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરિયોજના’ પહેલ શરૂ કરી છે. તે અંતર્ગત દેશભરમાં ‘પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી કેન્દ્ર’ તરીકે ઓળખાતી નિશ્ચિત દુકાનો મારફત લોકોને ગુણવત્તાસભર દવાઓ પૂરી પાડવામાં આવે છે. જેનેરિક દવાઓ તો ઘણી જ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાય છે. મોટા ભાગની દવાઓની પોટેન્સી ખુલ્લી બજારમાં મોંઘી બ્રાન્ડેડ દવાઓ જેટલી જ હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]