દિલ્હી, હરિયાણામાં ખેડૂતોએ કાઢી ટ્રેક્ટર રેલી…

કેન્દ્ર સરકારે લાગુ કરેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં લગભગ દોઢ મહિનાથી દિલ્હીના સીમાંત વિસ્તારોમાં શાંત આંદોલન-ધરણા કરી રહેલા ખેડૂતોએ 7 જાન્યુઆરી, ગુરુવારે નવી દિલ્હીમાં ગાઝીપુર સરહદ વિસ્તારમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી. આ જ પ્રકારની ટ્રેક્ટર રેલી પડોશના હરિયાણા રાજ્યમાં પણ ખેડૂતોએ કાઢી હતી અને કાયદાઓ સામે તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની માગણી છે કે આ ત્રણેય કાયદા પાછા ખેંચી લેવામાં આવે જ્યારે સરકાર ઈનકાર કરી રહી છે.

2,500 જેટલા ટ્રેક્ટરોમાં હજારો ખેડૂતોએ સવાર થઈને રેલીમાં ભાગ લીધો હતો. મનોબળ વધારવા માટે ટ્રેક્ટરો પર સ્પીકર બેસાડવામાં આવ્યા હતા અને એમાંથી ગીતો વાગી રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]