‘મિટ્ટી કે સિતારે’ કાર્યક્રમ; વંચિત બાળકોને એવોર્ડ્સ એનાયત…

ગરીબ બાળકોમાં છૂપી રહેલી સંગીત પ્રતિભાને બહાર લાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલા કાર્યક્રમ 'મિટ્ટી કે સિતારે'નો 22 જૂન, શનિવારે મુંબઈમાં સમાપન શો યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સિંગિંગ સ્પર્ધામાં વિજેતા નિવડેલાં બાળકોને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એવોર્ડ્સ એનાયત કર્યા હતા. કાર્યક્રમમાં ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું આયોજન ફડણવીસ દંપતીએ દિવ્યાજ ફાઉન્ડેશનનાં સહયોગમાં કર્યું હતું. કાર્યક્રમમાં બોલીવૂડ કલાકારો - જેકી શ્રોફ, મનીષા કોઈરાલા, સંગીતકાર હિમેશ રેશમિયા, મહારાષ્ટ્રના પ્રધાનો - પંકજા મુંડે, સુધીર મુનગંટીવાર, વિનોદ તાવડે પણ ઉપસ્થિત રહ્યાં હતાં.