કાતિલ ઠંડીઃ દાલ સરોવરનું પાણી થીજી ગયું…

કેન્દ્રશાસિત જમ્મુ અને કશ્મીરમાં ઘણે સ્થળે અતિશય હિમવર્ષા થઈ રહી છે. કશ્મીર ખીણપ્રદેશમાં પણ ગાત્રો થીજાવી દે એવી ઠંડી પડી રહી છે. કશ્મીરના શ્રીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન ઝીરો ડિગ્રી સેલ્શિયસ નોંધાયું છે. 11 જાન્યુઆરી, સોમવારની વહેલી સવારે શ્રીનગરના જાણીતા દાલ સરોવરમાં પાણીની સપાટી પર બરફ જામી ગયેલો જોવા મળ્યો હતો. બરફના થર પર પક્ષીઓ પણ ટહેલતા જોવા મળ્યા હતા.