GalleryEvents પ્રજાસત્તાક દિન પરેડમાં CRPFની મહિલા ડેરડેવિલ્સ છવાઈ ગઈ… January 26, 2020 દેશના 71મા પ્રજાસત્તાક દિન નિમિત્તે 26 જાન્યુઆરી, રવિવારે નવી દિલ્હીમાં યોજવામાં આવેલી પરંપરાગત વાર્ષિક રાષ્ટ્રીય પરેડમાં દેશના સંરક્ષણની ત્રણેય પાંખે તેની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. મિસાઈલો, ટેન્કો, લડાયક વિમાનો, રડાર, સબમરીનો જોવા મળી હતી, પણ દર્શકોને સૌથી વધારે પ્રભાવિત કરી ગઈ હતી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની મહિલા જવાનોનાં દિલધડક બાઈક સ્ટન્ટ્સ. મહિલા બાઈકર્સના સંઘનાં કરતબ જોવા માટે ઘણા લોકો સુરક્ષા જવાનોની અવગણના કરીને આગળ દોડી ગયા હતા.પ્રજાસત્તાક દિન પરેડમાં આ પહેલી જ વાર CRPFની મહિલા બાઈકર્સ દ્વારા અદ્દભુત સ્ટન્ટ જોવા મળ્યા હતા. એમને કરતબ કરતી જોવાની ઈચ્છાને સુરક્ષા જવાનો પણ રોકી શક્યા નહોતા.દોડતી બાઈક્સ ઉપર અનેક હિંમતભર્યા કરતબ બતાવ્યા હતા. એકથી વધુ મોટરસાઈકલો ઉપર મહિલા જવાનોએ માનવ પિરામીડની રચના કરી બતાવી હતી.હેડ કોન્સ્ટેબલ મીના ચૌધરીએ મોટરસાઈકલ પર અદ્દભુત રીતે સંતુલન જાળવીને બંને હાથમાં બે 9mm પિસ્તોલને ફાયર કરવા માટે સજ્જ સ્થિતિમાં પકડી હતીસાત ડેરડેવિલ્સ મહિલા રાઈડર્સ દ્વારા સીઆરપીએફ ફ્લેગમાર્ચ જોઈને દર્શકો ચકિત થઈ ગયા હતા મહિલા બાઈકર્સ કરતબ બતાવી રહી હતી ત્યારે લોકો પોતપોતાની જગ્યાએથી ખસવાનું નામ લેતા નહોતા. આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર સુજાતા ગોસ્વામીએ એમની પાંચ ટીમસાથીઓની સાથે બાઈક પર સ્પીડમાં આવી હતી અને રાજપથ પર ડેરિંગ ફોર્મેશન દર્શાવ્યું હતુંમહિલા બાઈકર્સની ટૂકડીની આગેવાની ઈન્સ્પેક્ટર સીમા નાગે લીધી હતી. દોડતી મોટરસાઈકલની ટોચ પર ઊભાં રહીને એમણે મંચ તરફ સલામી આપી હતી.અંતમાં, પાંચ મોટરસાઈકલો પર 21-મહિલા હિંમતબાજ જવાનોએ માનવ પીરામિડ રચીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં https://chitralekha.com/chitralemag/wp-content/uploads/2020/01/6FokX4I4XQPxGZBm.mp4 https://chitralekha.com/chitralemag/wp-content/uploads/2020/01/j5nI2KbyJid8VSHy.mp4