કોરોના વાઈરસથી વિશ્વમાં ગભરાટ, સજાગતા…

સામાન્ય શરદીથી લઈને શ્વાસની તકલીફ, તાવ, ઉધરસ સહિત અનેક પ્રકારની બીમારીઓ ફેલાવતા ચેપ, કોરોના વાઈરસ (COVID-19) હાલ ચીનમાં હાહાકાર મચાવી દીધો છે. આ વાઈરસને કારણે ચીનમાં અત્યાર સુધીમાં 2000થી વધારે લોકો માર્યા ગયા છે અને બીજા લાખો લોકોને એનો ચેપ લાગ્યો છે. ચીન ઉપરાંત દક્ષિણ કોરિયા, અમેરિકા, ફ્રાન્સ, ઈઝરાયલ, જાપાન, ઈરાન અને ભારતમાં પણ કોરોના વાઈરસે ગભરાટ ફેલાવ્યો છે. તમામ દેશોમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. ઉપરની તસવીર દક્ષિણ કોરિયાની છે જ્યાં પ્રધાનમંડળની બેઠકમાં પ્રમુખ મૂન જે-ઈન (જમણેથી બીજા) મોઢા પર માસ્ક પહેરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે.


ચીન


તેહરાન, ઈરાન


તેલ અવીવ, ઈઝરાયલમાં ચૂંટણી-મતદાન


તેલ અવીવ, ઈઝરાયલ


ટોકિયો, જાપાન


વોશિંગ્ટન, અમેરિકા


હૈદરાબાદ, ભારત


નવી દિલ્હી