કોરોના/ઓમિક્રોન સંકટઃ મુંબઈના બીચ પર નિયંત્રણોનો કડક અમલ…

મુંબઈમાં કોરોનાવાઈરસ અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ ચિંતાજનક રીતે વધી જતાં લોકો ટોળામાં એકત્રિત ન થાય એટલા માટે અનેક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. શહેરના દરિયાકાંઠાઓ, ખુલ્લા મેદાનો, સી ફેસ, પ્રોમિનાડ્સ, બાગ-બગીચા, ઉદ્યાનો જેવા સ્થળોએ લોકોને સાંજે પાંચથી સવારે પાંચ વાગ્યા સુધી પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરની તસવીરો વિલે પારલે (વેસ્ટ) ઉપનગરમાં આવેલા જુહૂ બીચની છે. જ્યાં 31 ડિસેમ્બર, શુક્રવારે નિયંત્રણોના કડક અમલ માટે ગોઠવવામાં આવેલા પોલીસ જવાનો લોકોને પાછા મોકલતા જોવા મળ્યા હતા. (દીપક ધુરી)