રાહુલ ગાંધીને EDનું સમન્સઃ દેશભરમાં કોંગ્રેસીઓના દેખાવો

નેશનલ હેરાલ્ડ અખબારને લગતા એક કેસની તપાસના સંદર્ભમાં કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે નવી દિલ્હીના કાર્યાલયમાં હાજર થવાનું સમન્સ મોકલ્યા બાદ કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી 13 જૂન, સોમવારે ત્યાં હાજર થયા હતા. ઈડીના આ સમન્સના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ દેશભરમાં વિરોધ-દેખાવો કર્યા હતા. ઉપરની તસવીર અમદાવાદની છે.

અમદાવાદમાં દેખાવો કરનાર કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓને પોલીસે અટકમાં લીધા હતા.

અમદાવાદમાં દેખાવો દરમિયાન કોંગ્રેસના અમરેલી જિલ્લાના લાઠી મતવિસ્તારના વિધાનસભ્ય વીરજી ઠુમરને મૂર્છા આવી ગઈ હતી.

નવી દિલ્હીમાં રાહુલ અને એમના બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રા પૂછપરછ બાદ ED કાર્યાલયમાંથી રવાના થાય છે. નેશનલ હેરાલ્ડ અખબાર માલિકી કેસના સંબંધમાં મની લોન્ડરિંગના આરોપ અંગે ઈડી અધિકારીઓ દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી. અધિકારીઓએ રાહુલને વિદેશમાં એમની સંપત્તિ અને બેન્ક એકાઉન્ટ્સ વિશે પૂછ્યું હતું.

નવી દિલ્હી

ત્રિપુરાના પાટનગર અગરતલામાં EDની કચેરીની નજીક નારા લગાવતા કોંગ્રેસી કાર્યકર્તાઓ

દેહરાદૂન (ઉત્તરાખંડ)

હૈદરાબાદ (તેલંગણા)

બેંગલુરુ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]