GalleryEvents દેશભરમાં ગરમીનો પ્રકોપ… April 20, 2023 દેશમાં અનેક ભાગોમાં ઉનાળાનો આકરો તાપ લોકોને દઝાડી રહ્યો છે. હાલ દરરોજ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી ઉપરના આંકે નોંધાય છે. જ્યાં લોકોને દિવસના ભાગમાં બહાર નીકળવાની ફરજ પડે છે ત્યાં લોકો કેપ પહેરીને, છત્રીની મદદ લઈને, મહિલાઓ દુપટ્ટા અને સ્કાર્ફ વડે માથા અને ચહેરાને સંભાળતી જોવી મળે છે. ઉપરની તસવીર ઝારખંડના રાંચી શહેરની છે, જ્યાં માટીના ઘડા, માટલાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ઉત્તર પ્રદેશના મેરઠ શહેરમાં વિદ્યાર્થિનીઓ સૂર્યના સખત તાપથી બચવા છત્રીના રક્ષણ હેઠળ બિહારના પટના શહેરમાં છત્રીના રક્ષણમાં મહિલા પટનામાં રેલવે લાઈન નજીક એક માણસ પોતાનાં બાળકને ગરમી સામે રાહત આપવા ઠંડા પાણીથી નવડાવે છે મુંબઈનું દ્રશ્ય મુંબઈનું દ્રશ્ય નાગપુરની મહાત્મા ફૂલે કૂલર માર્કેટમાં હજારોની સંખ્યામાં એર કૂલરો વેચાણ માટે મૂકવામાં આવ્યા છે