ભારત-અમેરિકાના હવાઈદળની સંયુક્ત કવાયતનું સમાપન

પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપોર જિલ્લાના કલાઈકુંદા એર ફોર્સ મથક ખાતે ભારતીય હવાઈ દળ અને યૂએસ હવાઈ દળની સંયુક્ત કવાયતનું 24 એપ્રિલે સમાપન કરવામાં આવ્યું હતું. આ સંયુક્ત કવાયતને ‘કોપે ઈન્ડિયા 2023’ નામ આપવામાં આવ્યું હતું. તેનો આરંભ ગઈ 10 એપ્રિલથી કરવામાં આવ્યો હતો. બંને દેશના હવાઈ દળના ફાઈટર જેટ વિમાનોને આ કવાયતમાં સામેલ કરવામાં આવ્યા હતા. ભારતીય હવાઈ દળે આ કવાયતમાં તેજસ, SG 478, રફાલ, જગુઆર, એસયૂ-30 એમકેઆઈ ફાઈટર જેટ વિમાન ઉતાર્યા હતા તો અમેરિકન હવાઈ દળનું પ્રતિનિધિત્વ એફ-15 વિમાનોએ કર્યું હતું. બંને દેશના હવાઈ દળના પાંચ યુદ્ધવિમાનોએ ઝડપથી વારાફરતી ટેક-ઓફ્ફ કર્યું હતું અને આકાશમાં જુદી જુદી રચનાઓ બનાવીને ઉડતા રહ્યા હતા.

સંયુક્ત કવાયત વખતે તસવીરકારોને પોઝ આપતાં ભારત અને અમેરિકી હવાઈ દળના જવાનો.