લીલી પરિક્રમા બાદ સંતોએ કરી સફાઈ

જૂનાગઢઃ ગીરનાર પરિક્રમાની પૂર્ણાહૂતિ બાદ પરિક્રમા રૂટની સફાઈ કરવા માટે સાધુસંતો દ્વારા પહેલ કરવામાં આવી હતી. તો સાધુસંતોની સાથે વિદ્યાર્થીઓ પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. સફાઈ દરમિયાન પરિક્રમાના રસ્તા પરથી મોટી માત્રામાં પ્લાસ્ટીક સહિતનો કચરો એકત્ર થયો હતો. આ તમામ કચરાને એકત્રિત કરાયા બાદ યોગ્ય જગ્યાએ તેનો નાશ કરાયો હતો.