ગુરુશિષ્ય પરંપરામાં ધામધૂમથી ગુરુપૂર્ણિમા ઉજવણી…

અમદાવાદઃ હિંદુ ધર્મ સૌથી જુનો ધર્મ છે. સદીઓથી હિંદુ ધર્મ અનેક ભગવાન અને માન્યતાઓ સાથે વિસ્તરેલો છે. સમય જતાં મોટી સંખ્યામાં સંપ્રદાય અને પંથ પણ સતત વધતા જાય છે. છેવટે તમામ સંપ્રદાય અને પંથ ના ઉપરી-વડા સૌ ભક્તજનોને ભગવાન સુધી લઇ જવાનો સાચો માર્ગ બતાવવા પ્રયત્ન કરે છે. જીવન જીવવાની કળા શીખવતા, સારા લોકો સાથે સત્સંગ કરાવતા, પ્રભુ ભક્તિમાં લીન કરી ભજન-કિર્તન કરાવતા કે આધ્યાત્મિકતાની ટોચ પર લઇ જતા પૂજનીય લોકોને સૌ ગુરુ પૂર્ણિમાના દિવસે યાદ કરે છે. મનુષ્યના જીવનમાં અનેક ક્ષેત્રમાં તારનાર કે ફાયદો કરાવનાર વ્યક્તિ વિશેષને લોકો ઋણ ચૂકવવા માટે સતત યાદ કરે છે. કેટલાકને વંદનીય-પૂજનીય માની ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ યાદ કરે છે. આજે ગુરુ પૂર્ણિમાના પર્વે સંપ્રદાયના વડા, ધર્મ ગુરુઓ અને જીવનમાં માર્ગ દર્શક- પથ દર્શકને યાદ કરી પૂજ્યા. વહેલી સવારથી જ ધાર્મિક સ્થળોએ ગુરુ-શિષ્ય પરંપરા પ્રમાણે સ્થાનકોએ પહોંચી ગયા હતા. ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાના ઉત્સવની ઉલ્લાસભેર ઉજવણી થઇ હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)