આસામમાં પૂરની આફત; કાઝીરંગા નેશનલ પાર્ક ડૂબ્યું…

આસામના કામરૂપ સહિત 28 જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે આવેલા પૂરે વ્યાપક વિનાશ વેર્યો છે. 11 જણનાં મરણ નિપજ્યાં છે, લાખો લોકોને સુરક્ષિત સ્થળોએ હિજરત કરી જવાની ફરજ પડી છે. કાઝીરંગા નેશનલ પાર્કનો 90 ટકા હિસ્સો પૂરનાં પાણીમાં ડૂબી ગયો છે. એમાં વસનાર પ્રાણીઓની હાલત કફોડી થઈ ગઈ છે.