મુંબઈમાં મકાન દુર્ઘટનામાં 10નાં મરણ…

દક્ષિણ મુંબઈના ગીચ વસ્તીવાળા ડોંગરી વિસ્તારની ટંડેલ સ્ટ્રીટમાં 16 જુલાઈ, મંગળવારે સવારે લગભગ 11.40 વાગ્યાના સુમારે ચાર-માળનું કેસરબાઈ મકાન જમીનદોસ્ત થતાં 10 જણનાં મરણ થયાં છે અને બીજાં કેટલાક ઘાયલ થયાં છે. 100 વર્ષ જૂના મકાનમાં 40-50 જણ રહેતાં હતાં. તે મકાન બિસ્માર હાલતમાં થઈ ગયું હોવાથી મહાનગરપાલિકાએ તે વહેલીતકે ખાલી કરવાની રહેવાસીઓને 2017માં ચેતવણી આપી દીધી હતી.